માંડવી: મસ્કા ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ
Mandvi, Kutch | Jun 9, 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સપ્તાહ અંતર્ગત મસ્કા ગામમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છ ભારતના સંકલ્પને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી.