ઘોઘંબા: ઘોઘંબા તાલુકામાં ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ઘોઘંબા તાલુકામાં ‘જલ જીવન મિશન’ (નલ સે જલ) યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો અને સામાજિક આગેવાનોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિકોનો દાવો છે કે સરકારી 'eJalShakti' પોર્ટલ પર ગુંદી, વાવકુલ્લી, સાજોરા અને રીંછવાણી જેવા ગામોમાં કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ બતાવાઈ છે, પરંતુ વાસ્તવિકતામાં હજુ પણ પાણીની ગંભીર સમસ્યા છે અને નળમાં નિયમિત પાણી આવતું નથી. આ બાબતે ગ્રામજનોએ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોર્ટલ પરના