માંડવી: માંડવીની સમસ્યાઓનું નિરાકરણ કોંગ્રેસ લાવશે: કલ્પનાબેન જોશી
Mandvi, Kutch | Apr 19, 2026 માંડવીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ તરફથી પ્રચાર દરમિયાન કલ્પનાબેન જોશીએ મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે, શહેરમાં રહેલી પાણી, સફાઈ, માર્ગ અને અન્ય મૂળભૂત સુવિધાઓ જેવી સમસ્યાઓનું યોગ્ય અને સ્થાયી નિરાકરણ કોંગ્રેસ જ લાવી શકે છે.તેમણે વધુમાં જણાવ્યું કે, હાલની ભાજપ સત્તામાં માંડવીના લોકો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેનો પૂરતો ઉકેલ આવ્યો નથી.