બાવળા: ધોળકા ખાતે ભાજપ કાર્યાલયમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
આજરોજ તા. 06/04/2026, સોમવારે સાંજે 5 વાગે ધોળકા ખાતે શ્રી રામ માર્કેટ સ્થિત ભાજપ કાર્યાલય માં અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાનાં ધારાસભ્ય કાળુભાઇ ડાભી વગેરે હાજર રહ્યા હતા.