ઘોઘંબા: રાજગઢ પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે ઝુંબેશ ચલાવી,નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી
રાજગઢ પોલીસે કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમોના પાલન માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. રાજગઢ પી.આઈ. ગઢવી અને સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ કરી જાહેર માર્ગો પર સઘન વાહન ચેકિંગ કર્યું હતું, જેમાં નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઉપરાંત, રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લાના દબાણો પણ દૂર કરાયા છે જેથી રાહદારીઓને સરળતા રહે. પોલીસની આ કડક કામગીરીથી નિયમ તોડનારાઓમાં ફફડાટ ફેલાયો છે.