માંડવી: ગઢશીશામાં ગાંજા સાથે યુવક ઝડપાયો
Mandvi, Kutch | Jun 28, 2026 માંડવી તાલુકાના ગઢશીશા ગામે પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દીપક દેવચંદ ઠક્કરને 28.89 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત એક્ટિવા, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ. 22,515નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.