ઘોઘંબા: પંચમહાલ જિલ્લાના કુવાઝર ગામમાં ગેરકાયદેસર DJ કોમ્પિટિશન યોજાય તે પૂર્વે જ તંત્ર ત્રાટક્યું, બે DJ ડિટેઇન કરાયા
જિલ્લાના કુવાઝર ગામમાં ગેરકાયદેસર ડીજે સાઉન્ડ કોમ્પિટિશન યોજાય તે પહેલાં જ પંચમહાલ વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રીલના આધારે મામલતદાર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં યુવાનો અને બાઈક સવારોએ સ્થળે ભેગા થતાં માહોલ ગરમાયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે ડીજે સાઉન્ડ સિસ્ટમ ડિટેઇન કરી અને આરટીઓ મેમો સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રની આગોતરી સતર્કતાથી કાયદો-વ્યવસ્થા