મેઘરજ: અરવલ્લી: મેઘરજમાં રાજસ્થાનથી આવતી દારૂની ગાડી ઝડપાઈ, 12.69 લાખનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લીના મેઘરજની કાલીયાકુવા ચેકપોસ્ટ પર પોલીસે રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા કારમાંથી 1221 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કુલ 12.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.