ભચાઉ: ભચાઉ નજીક 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
Bhachau, Kutch | Jun 17, 2026 કચ્છના ભચાઉ નજીક આજે બુધવારે બપોરે 12 વાગીને 39 મિનિટના અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિકટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.2ની માપવામાં આવી હતી. ભૂકંપના આંચકાનો કેન્દ્રબિંદુ ભચાઉ નજીક 11 કિલોમીટર દૂર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની કાળજાળ ગરમીમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વાગડ ફોલ્ટ લાઇન પર અવાર નવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.