ખાંભા: ખાંભામાં ગાડીના ભાડા બાબતે જૂથ અથડામણ, 1 નું મોત અને 2 ઘાયલ
અમરેલીના ખાંભાના ભગવતી પરામાં ગાડીના ભાડાની બાબતે થયેલી જૂથ અથડામણમાં સુલ્તાન સોલંકીનું મોત થયું છે. ઘાતક હથિયારો સાથે થયેલી આ મારામારીમાં અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને અમરેલી અને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસ તપાસ ચાલુ છે.