ગઢડા: ચોમાસાની ચાલુ સિઝનમાં ગઢડા નો રમાઘાટ ડેમ ઓવરફ્લો થઈ બીજીવાર છલકાયો
Gadhada, Botad | Jul 7, 2025 બોટાદ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ રમાઘાટ ડેમ ઓવરફ્લો થઈને ચોમાસાની ચાલુ સિઝનમાં બીજીવાર છલકાયો છે. ડેમ છલકાતા લોકો ડેમ જોવા માટે ઉમટી પડ્યા અને ખુશીથી જુમી ઉઠ્યા હતા કારણ કે આ ડેમ ઓવરફ્લો થાય આસપાસના ગ્રામ્ય પંથકના ખેડૂતોના સિંચાઈના પાણીનો પ્રશ્ન છે તે હળવો થઈ જતો હોય છે જ્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે ચોમાસાની ચાલુ સિઝનમાં બીજીવાર આ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં પણ આનંદ છવાયો છે