ઘોઘંબા: જિલ્લા કોર્ટ સંકુલમાં નવીન લિફ્ટનું લોકાર્પણ: વયોવૃદ્ધો અને દિવ્યાંગોને મોટી રાહત
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત જિલ્લા કોર્ટ સંકુલમાં વયોવૃદ્ધો, અશક્તો અને દિવ્યાંગોની સુવિધા માટે નવીન લિફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોર્ટના ઉપરના માળે જવા માટે માત્ર પગથિયાંનો જ વિકલ્પ હોવાથી મોટી ઉંમરના અને શારીરિક રીતે અક્ષમ લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જેને ધ્યાને રાખીને આ સંવેદનશીલ નિર્ણય લેવાયો હતો.આ સુવિધાનું વિધિવત ઉદ્ઘાટન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી. કે. સિંહ ચૌહાણના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું