માંડવી: માંડવી તાલુકાના ગુંદિયાળી ગામમાં છેલ્લા એક મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યા, તાત્કાલિક નિરાકરણની માંગ
Mandvi, Kutch | Jun 29, 2026 ગુંદિયાળી ગામમાં છેલ્લા એક મહિનાથી ગટર ઊભરાવાની ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગામના મુખ્ય રોડ પર ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતું હોવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.