ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના કાલસર ગામે ખેતરમાં ખેતી કરવા બાબતે મારામારી: એક વ્યક્તિ સામે ગુનો દાખલ
ઘોઘંબા તાલુકાના કાલસર ગામે ખેતરમાં ખેતી કરવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. ગામના મંદિર ફળિયામાં રહેતા માનસિંગભાઈ કેડીયાભાઈ રાઠવા પોતાના ભાગના ખેતરમાં ખેતી કરી રહ્યા હતા, ત્યારે ગામના જ રમણભાઈ કેડીયાભાઈ રાઠવાએ આવીને તેમને ખેતરમાં આવવાની ના પાડી હતી.માનસિંગભાઈએ વિરોધ કરતાં ઉશ્કેરાયેલા રમણભાઈએ તેમને બિભત્સ ગાળો આપી, લાકડી વડે માથા તેમજ જમણા હાથે ફટકા મારીને ઈજા પહોંચાડી હતી. આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હત