PM મોદીએ સોમવારે કહ્યું, 'જ્યારે કોઈ યુવાન નશાની લતનો શિકાર બને છે, ત્યારે તેની સાથે પરિવારનાં સપનાં પણ વિખેરાઈ જાય છે. દેશનો દરેક યુવાન નશામુક્ત બને, પોતાનાં સપનાં પૂરાં કરે અને આગળ વધે. આ પ્રયાસમાં પરિવારોની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આપણી સંગત અને ગુરુદ્વારા સૌ સાથે મળીને યુવાનોને સાચો માર્ગ બતાવી શકે છે.' પીએમએ આ વાત દિલ્હી ખાતે ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુના નિવાસસ્થાને આયોજિત પ્રકાશ પર્વ દરમિયાન કહી હતી. મોદીએ અહીં કીર્તનમાં ભાગ લીધો અને ગુરવાણી સાંભળી. મોદી પહેલીવાર દિલ્હીના એલજી નિવાસસ્થાને પહોંચ્યા છે. ગુરુ નાનકનો પ્રકાશ પર્વ મંગળવારે ઉજવવામાં આવશે. પીએમનું પ્રકાશ પર્વમાં સામેલ થવું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આવતા વર્ષે પંજાબમાં ચૂંટણી યોજાવાની છે.
#NarendraModi #GuruNanakPrakashParv #DrugFreeIndia #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Nov 24, 2026