ગુરુ નાનક દેવજીની ૫૫૭મી જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પોર ગામના ગુરુદ્વારામાં દર્શન કર્યા. તેમણે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝુકાવ્યું. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા અને ગુજરાતના વિકાસ માટે અરદાસ કરી. ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ સરોપા, શાલ અને સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું. મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ લંગરમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરીત કર્યો. આ પ્રસંગે ગાંધીનગરના મેયર, ધારાસભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને શીખ સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા.
#GandhinagarNews #BhupendraPatel #GuruNanakJayanti #HumDekhengeNews