તારાપુર: તારાપુર, ખંભાત સહીતના તાલુકાના ખેડૂતો માટે નર્મદા ડેમમાંથી 5000 હજાર ક્યુસેક પાણી છોડાશે.
Tarapur, Anand | Sep 5, 2026 આણંદ જિલ્લાના સોજિત્રા, તારાપુર, પેટલાદ અને ખંભાત તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. નર્મદા ડેમમાંથી ૫૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો મુખ્યમંત્રીશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.વરસાદ ખેંચાતા ખેતીલાયક જમીનોમાં તિરાડો અને ડાંગરનો પાક મુરઝાઈ રહ્યો હતો.જેને પગલે ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ ની રજૂઆત બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે.આણંદ જિલ્લાના સોજિત્રા, તારાપુર, પેટલાદ અને ખંભાતના હજારો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે.