અંજાર: રતનાલ પાસે અકસ્માત ; કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત
Anjar, Kutch | Apr 1, 2026 રતનાલ બાયપાસ પાસે કામ ચાલુ હોવાથી છકડો વન-વે રોડ પર ચાલી જી.આર. ઇન્ફ્રા કંપની આગળ પહોંચ્યો હતો ત્યારે સામેથી આવનાર ટ્રક નંબર જી.જે.- 39-ટી.-8645 આ વાહનમાં ધડાકાભેર અથડાઈ હતી જેમાં સવાર તમામને ઇજાઓ પહોંચી હતી. આ પાંચેયને સારવાર અર્થે લઇ જવાતાં સંજય સથવારાને મૃત જાહેર કરાયો હતો. તેમના દીકરા દીપકને ગંભીર ઇજાઓ પહોંચતાં તે બેભાન છે. ટ્રકચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.