ઘોઘંબા: કાલોલ નજીક દેલોલ પાટીયા ટ્રેલર લૂંટ કેસમાં ૫ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી હાલોલ કોર્ટ
કાલોલ નજીક દેલોલ પાટીયા ટ્રેલર લૂંટ કેસમાં 2012ની ઘટનાને આધારે હાલોલની ત્રીજી એડીશનલ સેશન્સ કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદ તથા રૂ.1 લાખ દંડની સજા ફટકારી. આરોપીઓએ ટ્રેલર રોકી ડ્રાઈવર-ક્લીનરને માર મારી રૂ.61,650 લૂંટી લીધા અને અંદાજે રૂ.98 લાખના કોપર કોઇલ સાથે ટ્રેલર લૂંટી અપહરણ કર્યું. પીડિતોને રાજસ્થાન લઈ જઈ નશીલી દવા આપી બાદમાં છોડી દીધા હતા. કાલોલ પોલીસે તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી. પુરાવાના આધારે કોર્ટે કડક સજા જાહેર કરી.