ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના ખાનપાટલાના યુવાનનું વીજ કરંટ લાગતા મોત: ભાનવગર ખાતે કામ કરતી વખતે બની ઘટના.
ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામના 41 વર્ષીય શ્રમિક રમેશભાઈ બારીઆનું વીજ કરંટ લાગવાથી કરુણ મૃત્યુ થયું. તેઓ ભાવનગર જિલ્લાના મહુવા ગામે ઇલેક્ટ્રિક થાંભલા પર વાયર રિપેરિંગનું કામ કરતા હતા ત્યારે અચાનક કરંટ લાગ્યો અને નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી. સારવાર દરમિયાન તેમનું મોત થયું. આ મામલે મૃતકના ભાઈએ દામાવાવ પોલીસમાં એડી નોંધાવી છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.