તારાપુર: તારાપુરના ખાખસરમાં મેળામાં મહિલા સામે જોવાની તકરારમાં પિતા-પુત્ર પર ચપ્પાથી હુમલો
Tarapur, Anand | Sep 3, 2026 તારાપુર તાલુકાના ખાખસર ગામમાં મેળામાં મહિલા સામે જોવા બાબતે થયેલી તકરારની અદાવતમાં એક શખ્સે પિતા-પુત્ર પર ચપ્પાથી હુમલો કરતાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપી સંજય તોગાભાઈ ભરવાડ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.