રાપર: ફતેહગઢ વિસ્તારને જોડતા મૌવાણા, વ્રજવાણી અને દેવીસર ગામને જોડતા રસ્તાની મરંમત કરવાની માંગ ,સરપંચ દ્વારા રજૂઆત
મૌવાણાથી ફતેહગઢ માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. સાવ જર્જરિત આ રસ્તાનું ૧૬ કિ.મી. અંતર કાપવામાં એકાદ કલાકનો સમય લાગી જતો હોવાથી રીસરફેસીંગ કરાવવા ફતેહગઢના સરપંચ સોનલબેન દાફડાએ માંગ કરી હતી.વ્રજવાણીને જોડતો ફતેહગઢ ૧૭કિ.મી. માર્ગ ગાડાવાટ છે. તેને મેટલ કરી સમથળ કરાય તો ચોરાળ અને ગુજરાત તરફથી આવનારાને રાહતરૂપ થાય. ઉપરાંત ફતેહગઢથી દેવીસરને જોડતો રસ્તો પણ ખરાબ થઈ ગયો છે.