ગોંડલ: ગોંડલ શહેરમાં ભાજપના ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ ધડુકની વરણી કરાય
Gondal, Rajkot | Jan 25, 2024 ગોંડલ શહેર પંથકમાં જાહેર સેવા સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ સાથે અવિરત જોડાયેલા તેમજ ત્રણ દાયકાઓ થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કિશોરભાઈ ધડુકની ગોંડલ શહેર ભાજપ ના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. આ તકે વિવિધ અગ્રણીઓમા હર્ષની લાગણી છવાઈ જવા પામી છે. આ તકે કિશોરભાઈ ધડુક પર વિવિધ સંસ્થાઓ તેમજ સામાજિક અગ્રણીઓ તેમજ મિત્રવતર્તુળો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.