ભચાઉ: ખારોઈ પાસે તીર્થ ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી ખાતર સબસિડીવાળું નિમકોટેડ યુરિયા ખાતર હોવાનું ખૂલ્યું
Bhachau, Kutch | Feb 21, 2026 ભચાઉથી ખારોઈ ગામ તરફના માર્ગ પર આવેલી તીર્થ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં એલસીબીની ટીમે દરોડો પાડયો હતો અને શંકાસ્પદ યુરિયા ખાતરની ૭૦ બોરી સાથે ૨ શખસોની અટક કરી લીધી હતી. તેમજ તેઓ પાસેથી રૂપિયા ૩.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. ત્યારે પૃથક્કરણમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતો સબસિડીયુક્ત ખાતર હોવાનું સામે આવતાં ગુનો નોંધાવા પામ્યો છે.