બોડેલી: બોડેલી પોલીસની મોટી કાર્યવાહી: ₹8.45 લાખના દારૂ સાથે 2 ઝડપાયા
બોડેલી પોલીસે ઝાંખરપુરા નર્મદા કેનાલ પાસે રજીસ્ટ્રેશન વગરની કારમાંથી ₹3.35 લાખનો 1,520 બોટલ દારૂ જપ્ત કર્યો છે. કુલ ₹8.45 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.