31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્*સ મુક્ત કરવાનો લક્ષ્યાંક: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મોટી જાહેરાત, ડિસેમ્બરથી 1033 ટોલ-ફ્રી નંબર થશે શરૂ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્ય અને દેશમાંથી નશાના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર દ્વારા સમગ્ર ભારત દેશને 31 ડિસેમ્બર 2029 સુધીમાં અને ગુજરાત રાજ્યને 31 ડિસેમ્બર 2028 સુધીમાં સંપૂર્ણપણે ડ્ર*ગ્સ મુક્ત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ડિસેમ્બર 2026થી ગુજરાતમાં ખાસ ટોલ-ફ્રી નંબર 1033 શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈપણ સ્થળે ડ્ર*ગ્સનું વેચાણ કે સેવન થતું જણાય તો તાત્કાલિક 1033 નંબર પર જાણ કરવી, જેના આધારે પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, આ ટોલ-ફ્રી નંબર પર ડ્ર*ગ્સ અંગેની બાતમી કે માહિતી આપનાર નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Nov 23, 2026