વાપી ખંડણી કેસમાં નવો વળાંક: ભાગવાનો પ્રયાસ કરતાં આરોપી પર પોલીસનું 5રિંગ, જિલ્લા SP હોસ્પિટલ પહોંચ્યા
વાપીમાં અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગવા અને જ્વેલર્સના માલિકના ભાઈ પર જીવ*લેણ હુમ*લો કરવાના પ્રકરણમાં મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસ રિમાન્ડ પર રહેલા ત્રણ આરોપીઓ પૈકીના એક આરોપી જોગરાજ સિંઘે પોલીસ કબજામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં 5રિંગ કર્યું હતું.
5રિંગમાં ઇજાગ્રસ્ત થયેલા આરોપી જોગરાજ સિંઘને સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના દરમિયાન SOG PI અને પોલીસ વાહનના ડ્રાઈવરને પણ ઇજા પહોંચી હતી, જેમાં ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા (SP) યુવરાજસિંહ જાડેજાએ હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર મામલાની વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે દુબઈની જેલમાં રહેલા કથિત ગેંgસ્ટર હેરીના ઇશારે 5 કરોડની ખંડણી મામલે આરોપીઓએ જ્વેલર્સના માલિકના ભાઈ પર જીવ*લેણ હુમ*લો કર્યો હતો.
બાઈટ: યુવરાજસિંહ જાડેજા, SP, વલસાડ
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Nov 23, 2026