સાવરકુંડલા: વંડા પોલીસે ગુમ થયેલ બેગ અને મોબાઈલ શોધી માલિકને પરત કર્યા
અમરેલીના વંડા પોલીસે વિરડી ગામના શૈલેષભાઈ સોલંકીનો બસમાં ભૂલાઈ ગયેલો 15 હજારનો મુદ્દામાલ CCTV અને હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢ્યો છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પોલીસે સામાન પરત સોંપતા અરજદારમાં ખુશી જોવા મળી હતી.