કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા ભુજ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાત બજેટમાં ખેડૂતોને થયેલા અન્યાય મુદ્દે રોષ વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે અમદાવાદના જાણીતા રાજકીય વિશ્લેષક ડો. કલ્યાણસિંહ ચંપાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બજેટનું સચોટ વિશ્લેષણ કરી કિસાનોના પડતર પ્રશ્નો અને સરકારી નીતિઓ સામે રજૂઆત કરી હતી.