સુરતમાં મહિલાને તમંચો બતાવી સોનાની ચેઇન લૂંટવાનો પ્રયાસ! વેસુ પોલીસે બે આરોપી ઝડપ્યા, ચોરીનાં વાહનો મળ્યાં
સુરતના વેસુ વિસ્તારમાં VIP રોડ પર એમ્બરોસિયા બિઝનેસ હબ સામે મહિલાને નિશાન બનાવી લૂંટનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. પોલીસ પ્રેસનોટ મુજબ, 11 ઓક્ટોબર 2026ની રાત્રે મહિલા પોતાની હ્યુન્ડાઈ વર્ના કારમાં બેઠી હતી, ત્યારે 2 શખ્સોએ ચપ્પો અને દેશી તમંચો બતાવી તેની સોનાની ચેઇન અને બંગડીઓ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાના પ્રતિકાર દરમિયાન તેના હાથના કાંડા પર સામાન્ય ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં વેસુ પોલીસના પેટ્રોલિંગ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરીને નજીકની બાંધકામ હેઠળની ઇમારતમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે મહતાબ અબ્દુલ સલામ અને રોશન બુન્દુ સેફીની ધરપકડ કરી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. ગુનામાં વપરાયેલ દેશી તમંચો, જીવતા કારતૂસ અને ચોરીનાં બે વાહનો પણ કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે પોલીસની વધુ તપાસ ચાલુ છે.
#SuratCrime #VesuPolice #SuratBreaking #SuratNews #CrimeNewsGujarati SuratPolice લૂંટનોપ્રયાસ GujaratPolice GujaratiNews BreakingNews
Surat Crime Ne
Udhna, Surat | Oct 12, 2026