૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જન કલ્યાણનાં*સ્વચ્છતા અભિયાન
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતના નવાનગર ગ્રામ પંચાયત હેઠળ ગ્રામજનો દ્વારા સામુહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરાઈ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ '૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જન કલ્યાણનાં' ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં વિવિધ લોકહિત અને જનજાગૃતિના કાર્યક્રમોની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે ધાનપુર તાલુકા પંચાયતના નવાનગર ગ્રામ પંચાયત હેઠળ ગ્રામજનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના સંદેશને સાર્થક કરવા માટે ગ્રામજનોએ પોતાના દૈનિક જીવનમાં સ્વચ્છતા અપનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સૌના સહિયારા પ્રયાસો અને ઉત્સાહપૂર્ણ શ્રમદાનથી ગામની નદી-નાળાને તેમજ એમાં આવેલ ઝાડી ઝાખરાની સફાઈ કરવામાં આવી હતી.
#SwachhataAbhiyan #Dahod #NavaNagar #GramVikas #JanBhagidari | સ્વચ્છતા અભિયાન, ન
Dohad, Dahod | Jun 10, 2026