ઘોઘંબા: ઘોઘંબામાં રેતી માફિયાઓ પર પોલીસનો સપાટો: લાખોના મુદ્દામાલ સાથે 4 ટ્રેક્ટર અને 1 JCB જપ્ત
ઘોઘંબા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે રાજગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો પાસ-પરવાના વગર ગેરકાયદેસર રીતે માટીનું ખનન અને વહન કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને રાત્રિના અંધારામાં માટી ચોરી કરતા ૪ ટ્રેક્ટર અને ૧ JCBમશીન ઝડપી લીધા હતા.પોલીસે લાખો રૂપિયાની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને દંડની પ્રક્રિયા માટે ખાણ-ખનીજ વિભાગને સત્તા