માંડવી: દરશડીનો કરુણ કિસ્સો : પુત્રીના વિયોગમાં માતાએ મોતને વ્હાલું કર્યું
Mandvi, Kutch | May 30, 2026 માંડવી તાલુકાના દરશડી વાડી વિસ્તારમાં રહેતા જ્યોત્સનાબેન બુધાભાઇ નાયકા (ઉ.વ. 42) નામની મહિલાએ પુત્રીના વિયોગમાં ઝેરી દવા પીને મોતને વહાલુ કર્યું હતું પોલીસે આપેલી વિગતો મુજબ હતભાગી જ્યોત્સનાબેનની પુત્રીનું છ માસ પહેલાં મોત થયું હતું, જેના કારણે તે ગુમસુમ રહેતા હતા અને શુક્રવારે સવારે તે દરશડી સ્થિત પોતાના નિવાસે હતા ત્યારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે ગઢશીશા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.