ભાવનગર શહેર: પાલીતાણાના પરિમલ સોસાયટી ખાતે રહેતા વૃદ્ધા પર હુમલો કરાતા સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Sep 28, 2026
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પરિમલ સોસાયટીમાં રહેતા એક વૃદ્ધા પર હુમલો કરાયાની ઘટના સામે આવી હતી. પરિમલ સોસાયટી ખાતે રહેતા વૃદ્ધાને કેટલાક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હોય જેઓને ઈજાગ્રસ્ત આલતે સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે બનાવ અંગે વૃદ્ધાએ હોસ્પિટલ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.