દેત્રોજ રામપુરા: કાલુપુરમાં ખરીદી કરવા આવેલ મોડોસાના વેપારી લૂંટાયા, પોલીસે તપાસ હાથ ધરી
આજે શનિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ કાલુપુરમાં ખરીદી કરવા આવેલા મોડાસાના વેપારી લૂંટાતા પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં રિક્ષામાં વેપારીને બેસવાનું ભારે પડ્યું છે. રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ વેપારીને રિક્ષામાં બેસાડી, ધાકધમકી આપીને ખિસ્સામાંથી રુપીયા ૫૦,૦૦0ની લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ શખ્સોએ વેપારીને ચાલુ રિક્ષામાંથી નીચે ફેંકી ફરાર દીધા હતા.આ મામલે કાલુપુર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.