રાજ્યમાં ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી માટે ૧૬ ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ
*ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*
૦૦૦
ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે (MSP) ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) મારફતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ મુજબ ડાંગર (કોમન) માટે રૂ. ૨,૪૪૧/-, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨,૪૬૧/-, મકાઈ માટે રૂ. ૨,૪૧૦/- તથા રાગી માટે રૂ. ૫,૨૦૫/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાજરી (રૂ. ૨,૯૦૦/-), જુવાર હાઈબ્રીડ (રૂ. ૪,૦૨૩/-) અને જુવાર માલદંડી (રૂ. ૪,૦૭૩/-) માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦/- નું વધારાનું બોનસ પણ આપવામાં આવશે.
ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે તા. ૦૨/૧૦/૨૦૨૬ થી ૩�
Dohad, Dahod | Oct 5, 2026