ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ૧૦૧૪ બાળકોએ ફાયર સેફટીની તાલીમ મેળવી
દાહોદ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે સલામતી અને સાવચેતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ફાયર સેફટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાની ધોરણ ૬ થી ૧૨ ની વિવિધ રેસિડેન્શિયલ શાળાઓ ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં કુલ ૧૦૧૪ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ફાયર સેફટી અંગેની તાલીમ મેળવી હતી.
આ તાલીમ ઈ.એમ.આર.એસ. રેસિડેન્શિયલ સ્કૂલ, જી.એલ.આર.એસ. રેસિડેન્શિયલ સ્કૂલ તથા એકલવ્ય મોડેલ સ્કૂલ, ખરેડી ખાતે યોજાઈ હતી.
તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં રાખવાની સાવચેતી, આગથી બચવાના ઉપાયો, સલામત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ તથા આપત્તિના સમયે ગભરાયા વિના યોગ્ય રીતે બચાવ કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી નાયબ મામલતદારશ્રી પી.કે. કપાસિયા ઉપસ્થિત રહ્ય�
Dohad, Dahod | Oct 5, 2026