દાહોદ નગરપાલિકા નવીન ભવન ખાતે સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
*સફાઈ કર્મચારીઓના આરોગ્યની નિયમિત ચકાસણી અને રોગોની વહેલી તકે ઓળખના હેતુસર કેમ્પનું આયોજન*
00
દાહોદ,
દાહોદ નગરપાલિકાના નવીન ભવન ખાતે શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓના આરોગ્યની સંભાળ અને સમયસર આરોગ્ય તપાસ થઈ શકે તે હેતુસર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સફાઈ કર્મચારીઓ દરરોજ સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન જેવી કામગીરી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમના આરોગ્યની નિયમિત ચકાસણી કરવી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સામાન્ય પરંતુ ગંભીર આરોગ્ય સમસ્યાઓની વહેલી તકે ઓળખ કરવી તેમજ જરૂર જણાય તો સમયસર તબીબી માર્ગદર્શન અને સારવાર માટે રિફર કરવા આ કેમ્પનો મુખ્ય હેતુ હતો.
કેમ્પ દરમિયાન આશરે 55થી 60 સફાઈ કર્મચારીઓનું બ્લડ પ્રેશર, બ્લડ સુગર તેમજ સામાન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા કર્મચારીઓને સ્વચ્�
Dohad, Dahod | Oct 5, 2026