હાલોલ: હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનના બે જાંબાઝ અધિકારીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો
હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા અને કે.એ.ચૌધરી ના તા.30 માર્ચ સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા