વલસાડના કૈલાસ રોડ પર ખરાબ રસ્તા અને કીચડના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક 40 વર્ષીય બાઈકચાલકનું કરુણ મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, ગુંદલાવ તરફથી વલસાડ આવી રહેલા સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-15-ER-2890ના ચાલક સાહિલ શંકર સહાની સ્મશાન ભૂમિ નજીક પહોંચતા ખરાબ રસ્તા અને કીચડના કારણે બાઈક પરથી સ્લીપ થયા હતા.
આ દરમિયાન સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટર નંબર GJ-15-CR-9376નું ટાયર તેમના શરીર પરથી ફરી વળતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનો કબજે લઈ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Valsad, Valsad | Aug 12, 2026