પોરબંદર: ગુજરાતમાં 15 મીટરથી નાની ઈમારતો માટે પણ ફાયર NOC ફરજિયાત, એપ્રિલથી અમલની શક્યતા
ગુજરાતમાં હવે 15 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ઈમારતો માટે પણ ફાયર NOC ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે. આગની દુર્ઘટનાઓ ઘટાડવા માટે સરકાર એપ્રિલથી આ નિયમ લાગુ કરી શકે છે, જેનો સત્તાવાર પરિપત્ર ટૂંક સમયમાં આવશે.