મુન્દ્રા: બેરાજા પંચાયતના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ પદના ગેરઉપયોગનો સાત સભ્યોનો આક્ષેપ
Mundra, Kutch | Sep 13, 2026 મુંદ્રા તાલુકાના બેરાજા જૂથ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ સામે ગ્રામ પંચાયતના સાત સભ્યોએ સર્વાનુમતે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. આ અંગે તાલુકા પ્રશાસન ને લેખિત નોટિસ આપી કાયદાકીય જોગવાઈ મુજબ જરૂરી કાર્યવાહી કરવાતેમજ અવિશ્વાસની દરખાસ્ત અંગે ખાસ બેઠક બોલાવવાની માંગ કરી છે.