ઘોઘંબા: ચર્ચ સર્કલ ખાતે ભરતાપમાં લોકોમાં મતદાન જાગૃતિ માટે અનોખું પેઇન્ટીંગ તૈયાર કરવામાં આવ્યું છે
ગોધરાના ચર્ચ સર્કલ ખાતે મતદાન જાગૃતિ માટે અનોખું વિશાળ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે. એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલના નિવૃત્ત ડ્રોઈંગ શિક્ષક જયેશ પ્રજાપતિ અને ઈકબાલ હાઈસ્કૂલના શિક્ષક એસ.એસ. બુખારી દ્વારા ભરતાપમાં આકર્ષક પેઇન્ટિંગ તૈયાર કરાયું છે. આ પેઇન્ટિંગ શહેરમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે અને મતદારોને પોતાના મતાધ