રાપર: નીલપર ગામમાં યુવાનો માટે ત્રિદિવસીય યુવાશિબિરમાં ૮૦ જેટલા યુવકો જોડાયા
Rapar, Kutch | Mar 30, 2026 નીલપર ખાતેની સોનટેકરી પરિસરમાં ગ્રામ સ્વરાજ સંઘ સંચાલિત ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર દ્વારા ત્રિદિવસીય યુવાશિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૮૦ જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા. સમાજ અને આપણે શીર્ષક હેઠળ યોજાયેલી યુવાશિબિરમાં સમાજકર્મીઓ અને વક્તાઓએ કાર્યાનુભવોની ચર્ચા કરી હતી