દિલ્હીના ભલસ્વા ડેરી વિસ્તારમાં બાઈક સીઝ કરવાના મામલે વિવાદ બાદ ડ્યૂટી પર તૈનાત ત્રણ પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે હુમલાખોરોએ પોલીસકર્મીઓની આંખોમાં મરચું પાવડર નાખ્યા બાદ ઈંટો અને લાકડીઓ વડે માર માર્યો હતો. ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે 17 વર્ષના સગીરને કસ્ટડીમાં લીધો છે, જ્યારે મુખ્ય આરોપી સુનીલ ઉર્ફે પંકજ સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર મામલે FIR નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Udhna, Surat | Aug 23, 2026