સુરતમાં પાલિકાનો ફૂડ વિભાગ એક્શનમાં! 80 સંસ્થાઓમાં તપાસ, ₹1.9 લાખનો દંડ અને 44 કિલો અખાદ્ય જથ્થો નાશ
શહેરમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ખાસ ઝુંબેશ યથાવત છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરની અલગ-અલગ 80 સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન 32 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે, જ્યારે અંદાજે 25 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. અલગ-અલગ સંસ્થાઓમાંથી જપ્ત કરાયેલ આશરે 44 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્યલક્ષી ખામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની શક્યતા ઊભી કરતી સંસ્થાઓ સામે પાલિકા દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આરોગ્ય મંત્રીની સૂચના અન્વયે આ ઝુંબેશ હાથ ધરાઈ હોવાનું જણાવાયું છે.
જોકે સવાલ એ પણ છે કે માત્ર નોટિસ ફટકારીને સંતોષ માનવામાં આવશે કે પછી નિયમોનો ભંગ કરનાર સંસ્થાઓ સામે વધુ કડક કાર્યવાહી થશે?
#SuratBreaking #SuratNews #SMC #FoodDepartment #HealthDepartment FoodSafety SuratMunicipalCorporation Breaking
Udhna, Surat | Oct 6, 2026