સુરતઃ રાંદેરમાં 6 ઓક્ટોબરે પાણીકાપ રહેશે. પાલ ગામ સર્કલ પાસે 500 એમએમ ડીઆઈ પાઈપલાઈનને એમએસ લાઈન સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 6 ઓક્ટોબરે સવાર અને સાંજ બંને સમય પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. 7 ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી વિતરણ થવાની શક્યતા છે. પાલ જળ વિતરણ મથક હેઠળની 50થી વધુ સોસાયટી, કોમ્પ્લેક્સ અને ગામતળ વિસ્તારોમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે. પાલિકા દ્વારા લોકોને અગાઉથી પૂરતો પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે.
सूरतः रांदेर में 6 अक्टूबर को पानी की कटौती रहेगी। पाल गांव सर्कल के पास 500 एमएम डीआई पाइपलाइन को एमएस लाइन से जोड़ने का काम किया जाएगा, जिसके चलते 6 अक्टूबर को सुबह और शाम दोनों समय पानी की सप्लाई पूरी तरह बंद रहेगी। 7 अक्टूबर को कुछ इलाकों में कम प्रेशर से पानी की सप्लाई होने की संभावना है। पाल जल वितरण केंद्र के अंतर्गत आने वाली 50 से अधिक सोसायटी, कॉम्प्लेक्स और गांवतल क्षेत्रो�
Udhna, Surat | Oct 6, 2026