સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોશા પાર્ક સોસાયટીમાં હૃદયદ્રાવક અકસ્માતમાં 4 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો છે. સ્નેહા નામની બાળકી પોતાના ઘર બહાર રમી રહી હતી ત્યારે સોસાયટીમાં જ રહેતો કાર ચાલક નીતિન મિશ્રા બેફામ ગતિએ કાર લઈને આવ્યો હતો અને બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો અને સોસાયટીના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કાર ચાલક ફોન પર વાત કરતાં કરતાં કાર ચલાવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
#Surat #RoadAccident #ChildSafety #Dindoli #GujaratNews #Justice #HumDekhengeNews