અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષા વધારવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે 'પુશ-બટન પેલિકન ક્રોસિંગ સિસ્ટમ' (Pelican Crossing System) મૂકવામાં આવી હતી. જો કે આ સિસ્ટમ શરુ કર્યાના માત્ર નવ દિવસમાં જ અસામાજિક તત્ત્વોનો શિકાર બની છે. અંદાજે રુપિયા 6,00,000ની કિંમત ધરાવતી આ સિસ્ટમ તોડી નાખવામાં આવી છે. આ કૃત્ય કરનાર તત્ત્વો સામે હવે પોલીસ FIR નોંધવામાં આવશે.નોંધનીય છે કે, સિગ્નલની ગ્લાસ પેનલ તોડી નાંખવામાં આવી હોવાથી સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે મોટો સવાલ થાય કે, શું આપણને સુવિધાઓ વાપરવી ગમતી નથી? સુવિધાઓ આપણને અન્ય દેશમાં જ સારી લાગે છે?
#Ahmedabad #Pelicansignal #AMC #humdekhengenews