માંડવી: પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી: ₹3.75 કરોડના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
Mandvi, Kutch | May 30, 2026 પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ માંડવી તાલુકાના પેટ્રોલિયમ વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹3.75 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂની બોટલો, એક આઇસર ટેમ્પો અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.આ કાર્યવાહી દરમિયાન ધનજીભાઈ હિરજીભાઈ હલાઈ (પટેલ) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શર